સુરેન્દ્રનગરમાં શિક્ષકદિને 1 હજાર લોકોએ ઉકા‌ળો પીધો

Wadhwan News - thousands of teachers drank boiling water in surendranagar 080508

DivyaBhaskar News Network

Sep 07, 2019, 08:05 AM IST
શિક્ષકનગરી તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરમાં શિક્ષક દિને શિક્ષકોને શિક્ષણ સાથે સેવાની જ્યોત જગાવી જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંજથી રાત સુધી એક હજાર જેટલા લોકોને સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કર્યુ હતું. જેમાં સાંસદે હાજરી આપી લોકોને રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાવ્યુ હતું.

સુરેન્દ્રનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સૌથી વધુ શિક્ષકો રહે છે. આથી સુરેન્દ્રનગર શહેરની ઓળખ શૈક્ષણીક નગરી તરીકે છે. ત્યારે શિક્ષકદિન નિમિતે શિક્ષકોનું સન્માનની પરંપરા છે. પરંતુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ સાથે સેવાનો હકારાત્મક અભિગમ સાર્થક કર્યો છે. સુરેન્દ્રનગર વઢવાણ, 80 ફુટરોડ, આસપાસ મોટી સંખ્યામાં શિક્ષકો રહે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા રોગચાળાએ માથુ ઉચક્યુ છે. જ્યારે શિક્ષક દિન નિમિતે સવારે શિક્ષણ અને સાંજે સેવા માટે શિક્ષકોએ રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ હાથ ધર્યુ હતું.

જેમાં સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુજપરા, ડો.પી.પી.પરમાર સહિતન ઉપસ્થિત રહી શિક્ષકોના આ નવા અભિગમને બિરદાવ્યો હતો.જેનો શિક્ષકો ઉપરાંત શાકભાજીના ફેરીયા, લારીવાળા, મહિલાઓ બાળકો સહિત 1000 લોકોએ લાભ લીધો હતો. જ્યારે આસપાસની સોસાયટીઓમાં સ્વાસ્થય વર્ધક ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરાયુ હતું.

X
Wadhwan News - thousands of teachers drank boiling water in surendranagar 080508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી