તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક-કાર અથડાતા બે જૂથનાં બે હજાર લોકોના ટોળાનો સામ - સામે પથ્થરમારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જાફરાબાદમાં ગઇરાત્રે નેસડી વિસ્તારમાં મોટર સાયકલ અને કાર વચ્ચે તદન સામાન્ય અકસ્માતના મુદે બે જૂથે સામસામે આવી પથ્થર મારો શરૂ કરી દેતા શહેરમાં અશાંતીનો માહોલ સર્જાય ગયો હતો. બે હજાર લોકોના ટોળાએ કરેલા પથ્થર મારામાં પીઆઇ અને પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતાં. જો કે બાદમાં પોલીસના ધાડેધાડા ઉતારી લાઠીચાર્જ કરી મામલો કાબુમાં લેવાયો હતો. 59 લોકોની ધરપકડ કરાય છે. શહેરની શાંતીને ડહોળનારા મુખ્ય સુત્રધારો નાસી ગયા હતાં. આજે પણ શહેરમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જાફરાબાદમાં ભુતકાળમાં પણ હોળીના સમયમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓ બની ચુકી છે. જેને પગલે દરેક હોળી પર આ શહેર સંવેદનશીલ ગણી અહિં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જો કે આ વખતે જાફરાબાદમાં ધુળેટી બાદ આવી અશાંતી ઉભી થઇ છે. ગઇરાત્રે અહિં ઇમરાન ઉસ્માન મન્સુરીના મોટર સાયકલ સાથે સંદિપ ભીમજીભાઇ શિયાળ અને માણસો સાથેની કારનો અકસ્માત થયો હતો. બસ આ મુદે જ જોતજોતામાં બે જુથોનાં લોકો એકઠા થઇ ગયા હતાં.

ટોળાને કેટલાક લોકોએ ઉશ્કેરણી કરતા જ સામસામો પથ્થર મારો શરૂ થઇ ગયો હતો. લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચારો થયા હતાં. સ્થાનિક પીએસઆઇ શેગલીયા, પીઆઇ જેઠવા તથા આસપાસના પોલીસ મથકોના અધિકારીઓ સ્ટાફ સાથે સ્થિતીને કાબુ લેવા દોડી ગયા હતાં. મહિલા પીએસઆઇ સાથે ટોળાએ બિભત્સ વર્તન કરી હેલ્મેટ તોડી નાખ્યુ હતું અને પીઆઇ જેઠવાને પણ માર માર્યો હતો. તાલુકા મેજીસ્ટ્રેટની પરવાનગી બાદ અહિં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. 59 શખ્સોની ધરપકડ કરાઇ હતી.

જો કે ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય છ સુત્રધારો નાસી ગયા હતાં. પોલીસે પકડાયેલા 59 શખ્સો, તેના છ આગેવાનો અને બે હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જીલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય પણ ઘટનાસ્થળે દોડી
ગયા હતાં.

PI જેઠવાને પગમાં ગંભીર ઇજા


જાફરાબાદના પીઆઇ ડો. એલ.કે. જેઠવા તથા આજુબાજુના પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફ સાથે અહિં દોડી ગયા હતાં. ટોળાએ તેમના પર પણ પત્થરમારો કરતા પીઆઇ જેઠવાને પગમાં ગંભીર ઇજા થઇ હતી. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ કલસરીયાને પણ ઇજા થઇ હતી. ટોળાએ તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો.


મહિલા PSI સાથે બિભત્સ વર્તન

અહિં પત્થરમારો શરૂ થતા જ પીએસઆઇ એચ.એચ. સેગલીયા સ્ટાફ સાથે દોડી જઇ સ્થિતી કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. જો કે ટોળાએ આ મહિલા પીએસઆઇ સાથે પણ બિભત્સ વર્તન કરી હેલ્મેટ તોડી નાખ્યું હતું.

કઇ- કઇ કલમ હેઠળ ગુનો નોંધાયો ?

પોલીસે અહિં બે હજારથી વધુના ટોળા સામે આઇપીસી કલમ-395, 397, 353, 354, 332, 333, 186, 323, 324, 325, 226, 337, 338 ઉપરાંત 143, 145, 153-એ, 117, 114, 149, 151, 152, 153, 504, 506-2, 341, 509, 120-બી, 34, 188 તથા જીપીએક્ટ કલમ-135 અને ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ-3 અને 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

59 શખ્સોને રીમાંડ પર લેવા તજવીજ

જાફરાબાદમાં 59 તોફાની તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જે બે હજાર લોકોનું ટોળુ આ તોફાનમાં સામેલ હતું તેમાં કોણ કોણ હતું અને મુખ્ય સુત્રધાર કોણ કોણ છે વિગેરે જાણકારી મેળવવા પોલીસે આ 59 શખ્સોને રીમાંડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

બે હજારથી વધુના ટોળાએ બેકાબુ બની પત્થરમારો કરવાની સાથે સાથે પોલીસની બોલેરો અને પીસીઆર વાનમાં પણ તોડફોડ કરી નુકશાન કર્યુ હતું. અહિં બે ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ રાખ્યુ હતું. } કે. ડી. વરૂ

જાફરાબાદના નેસડી વિસ્તારમાં કેટલાક લોકોએ ટોળાની ઉશ્કેરણી કરી

59ની ધરપકડ : ઉશ્કેરણી કરનારા મુખ્ય સુત્રધારો ફરાર

પોલીસની કારમાં પણ તોડફોડ કરાતા આખરે લાઠીચાર્જ

પીઆઇ-પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી ઘાયલ

પોલીસની બે ગાડીમાં પણ તોડફોડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો