તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં પૂર્ણ દાન ન મળતાં પોલીસની િતસરી આંખ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ શહેર પોલીસના ઇન્સ્પેક્ટર કે.એન. રામનુજે જણાવ્યું હતું કે, શહેરની જનતાની સુરક્ષામાં પોલીસ મજબૂતાઈની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે તે જરૂરી છે. બે વર્ષ પહેલાં દાતાઓના અનુદાનથી આશરે રૂપિયા 60 લાખના ખર્ચે સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં હોસ્પિટલ ચોક, મોવિયા ચોક, માંડવી ચોક, બસ સ્ટેન્ડ, કોલેજ ચોક જે કા ચોક, પાંજરાપોળ, જેલચોક, વેરી દરવાજા, તેમજ ત્રણ ખુણીયા પાસે બુલેટ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા. સમયાંતરે દાતાઓ દ્વારા રૂપિયા 34 લાખ જેવી રકમ સીસીટીવી કેમેરાના કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં પણ આવી હતી. બાદમાં બાકી રહેતી રકમ દાતાઓ દ્વારા આપવામાં ન આવતા હાલ આ કેમેરા બંધ હાલતમાં છે, જેના કારણે પોલીસ મથક ખાતે ઉભો કરાયેલ કંટ્રોલરૂમ પણ શોભાના ગાંઠિયા સમાન થઈ ગયો છે.

પીઆઇ રામાનુજ દ્વારા સીસીટીવીની જરૂરિયાત અંગે ડીવાયએસપી, એસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. હાલ પોલીસ તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે આશાપુરા ચોકડી પાસે સીસીટીવી કેમેરાની તાતી જરૂરિયાત હોય તે અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...