તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં ઇષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વે તા. 14 મંગળવારે સવારે 7 કલાકે માંધાતા પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનું દબ-દબાભેર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ હાજરીમાં માંધાતા પાર્ટી પ્લોટ ભગવતપરા ખાતેથી વિશાળ રેલી પ્રસ્થાન કરશે અને શહેરના રાજમાર્ગો પર ફરી વળશે, કોઠારી સ્વામી અક્ષર મંદિર ગોંડલ, મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજના રામજી મંદિર ગોંડલ, ઘનશ્યામજી મહારાજ આચાર્ય ભુવનેશ્વરી પીઠ ગોંડલ તેમજ પૂજ્ય સીતારામબાપુ મહંત વડવાળી જગ્યા ગોંડલ હાજર રહી આશીર્વચન પાઠવશે. સાથોસાથ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી, કોળી સમાજ ગુજરાત પ્રમુખ કાળુભાઈ ડાભી, જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગર સાંસદ ભારતી શિયાળ તેમજ મુંબઈના કલ્યાણજી જાદવ હાજર રહી કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી જયંતિ ઢોલ, કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત, આરડીસી બેંકના ડિરેક્ટર પ્રવીણ રૈયાણી, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત સહિત આગેવાનોની વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રાગટ્ય ઉત્સવને સફળ બનાવવા ચંદું ડાભી, કિશોર મકવાણા, રઘુ પાડલીયા, ગીરીશ ગોહિલ સહિત વ્યવસ્થાપક સમિતિ દ્વારા વ્યવસ્થા હાથ ધરાઇ છે, તો તકે સર્વેને આવવા પ્રમુખ હિરેન ડાભી, ઉપપ્રમુખ વિજય ગોહિલ, મહામંત્રી વિપુલ જાદવ, સંગઠન મંત્રી મહેશજી કોલી, ઉપપ્રમુખ પરેશ મકવાણા, તેમજ ખજાનચી મુકેશ મકવાણા સહિતનાઓની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો