તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ પાલિકાના દિવાબતી, સફાઇ કરના વધારા સામે 2700 વાંધા અરજીઓ આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ નગરપાલીકા દ્વારા ઇ.સ. 2019-20થી સફાઇવેરો અને દિવાબતી કર વધારવાની હિલચાલ થતાં કેશાેદવાસીઓએ સામાજીક સંસ્થાના સહારે વેરાના વિરોધમાં 2700 વાંધા અરજીઓ રજુ કરી પાલિકા ચીફઓફિસરને સોંપવામાં આવી હતી.

કેશોદ પાલિકા દ્વારા 1 એપ્રિલથી રહેણાંક મિલ્કત પર દિવાબતી કર મહિને 30 અને બિન રહેણાંક મિલ્કત પર 60 તેમજ રહેણાંક મિલ્કત પર સફાઇ કર મહિને 60 અને બિન રહેણાંક મિલ્કત પર 80 વધારો નક્કી આવતા આમ નાગરીકોમાં વેરાનો બોજ વધશે. ત્યારે વેરા વધારાના વિરાેધમાં વાંધાઓ રજુ કરવા શહેરીજનોને સમય પણ અપાયો હતો. જેમાં હિતરક્ષક સમિતીનાં કન્વીનર રાજુભાઇ પંડયા દ્વારા તા. 22 થી 25 ફેબ્રુઆરી સુધી ચારચોક, શરદચોક, રેલ્વે સ્ટેશન એમ કુલ 3 જગ્યાએ રાવટી ઉભી કરી લોકો પાસેથી કુલ 2700 વાંધા અરજીઓ મેળવીને કેશાેદ પાલિકાને સોંપી હતી. હવે જોવાનું એ છે કે વાંધા અરજીને ધ્યાને રાખી પાલિકા વેરા વધારો રોકશે કે વધારો કરશે તે આવનારો સમય બતાવશે. તસવીર-પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો