તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુરથી રંઘોળા સુધીના સ્ટેટ હાઇવેના કામના કોઇ ઠેકાણા નહિં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલભીપુરમાંથી પસાર થતો અમરેલી-અમદાવાદ સ્ટેટ હાઇવેના નવીનું કરણનું કામ રંઘોળા ચોકડીથી થોડુ કામ શરૂ થયું ત્યાં કોઇ કારણોસર છેલ્લાં 15 દિવસથી બંધ હોય વાહન ચાલકોને પરેશાનીમાં મુકી દીધા છે. આ રોડની સમાંતર રીતે વલભીપુરથી ભાવનગર વચ્ચે આવતા નાના-મોટા નદી નાળા, કોઝવે, પુલ પહોળા કરવાની કામગીરી પણ શરૂ થઇ છે. આ કામ દિવસ રાત તડામાર રીતે શરૂ રહેતા ઝડપભેર કામ થઇ રહ્યું હોય તેથી પસાર થતાં વાહન ચાલકોના મનમાં પ્રશ્ન ઉઠે છે કે, રંઘોળા વાળા રસ્તો બનાવતા કોન્ટ્રાકટરને સંબંધીત તંત્ર કેમ કહીં પગલા લેતું હોય ? કારણ કે, કોન્ટ્રાકટરો અલગ છે પરંતુ આ બન્ને હાઇવે તો માર્ગ-મકાન વિભાગનાં એક જ ડીવીઝન ભાવનગર હેઠળ આવે છે. આ કામ શરૂ થવા અંગે માર્ગ-મકાન(રાજ્ય)નાં જવાબદાર અધિકારીને પુછતા તેઓ જવાબ આપે છે કે, આ રોડનું કામ વર્લ્ડ બેંકની સહાયથી થતું હોય માટે અમારા વિભાગમાં નથી. તે ગુજરાત રાજ્ય રોડ ડેવલોપીંગ કોર્પોરેશન હેઠળ આવે છે. જી.એસ.આર.ડી.સી.નાં ઈજનેરને પુછવામાં આવે તો તે જણાવે છે કે, અમારે તો માત્ર રોડ બનાવી આપવાનો છે. બાકીની જવાબદારી આર એન્ડ બી.ની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો