ગોડાઉનમાં 55 ટન ખાતર પડ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાઉનમાં 55 ટન ખાતર પડ્યું છે
જ્યારથી ડીએપી ખાતરમાં ઓછા વજનની ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારથી અમને જીએસએફસી દ્વારા ખાતરનું વેચાણ બંધ કરી દેવા સૂચના અપાઇ છે. હાલ ગોડાઉનમાં અંદાજે 55 ટન જેટલા ખાતરનો જથ્થો પડ્યો છે. જે 1100 બેગ થાય છે. મદદનીશ ખેતી નિયામકની હાજરીમાં સ્ટોકમાંથી ડીએપી ખાતરની બેગોનો વજન કરાવવામાં આવતા વજનમાં ઘટ છે તેવું સામે આવ્યું હતું. ડી.એસ. ઠુમર, મેનેજર જીએસએફસી ગોડાઉન, વાંકાનેર

ખાતરમાં વજન ઘટાડાનો ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરાશે
વાંકાનેર તાલુકાના જીએસએફસી ગોડાઉનની રૂબરૂ મુલાકાત લઇ ત્યાં પડેલા સ્ટોકમાંથી ડીએપી ખાતરની બેગોનું વજન કરાવવામાં આવતા વજનમાં ઘટ છે તેવું સામે આવ્યું હતું. આ જથ્થો સિક્કા યુનિટનો છે. જે બાબતે ખાતરના વજનમાં જે ઘટાડો નોંધાયો છે તેનો રિપોર્ટ ઉપરી અધિકારીને કરવામાં આવશે. રવિ માંકડિયા, મદદનીશ ખેતી નિયામક, મોરબી

અન્ય સમાચારો પણ છે...