માલવણ હાઇવે પર ચાલુ વાહનમાંથી રૂ.87,255ના મુદ્દામાલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | માલવણ વિરમગામ હાઇવે પર તસ્કરોની ગેન્ગ દ્વારા ચાલુ વાહનમાંથી ચોરી કરવાના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. થોડા સમય અગાઉ પોલીસે આ તાડપત્રી ગેન્ગના સાગરિતોને ઝબ્બે કરી લાખો રૂપીયાના મુદામાલનો કબ્જો મેળવ્યો હતો. મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના ચનુષ્ઠા ગામના રાજેશભાઇ ઉતમરાવ શેંડે ટ્રક લઇને રાત્રીના સમયે માલવણ હાઇવે પરથી પસાર થાય ત્યારે તસ્કરોની ગેન્ગ ચાલુ ટ્રકમાંથી તાડપત્રી ચીરીને રૂ.87,255ના મુદામાલની ચોરી કરી અંધારામાં પલાયન થઇ ગયા હતા. ફરીયાદ નોંધાતા પોલીસે તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવા વધુ તપાસ પીએસઆઇ ડી.બી.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...