તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં ચોરીનું જીરું, એરંડા લેનારા વેપારીઓમાં દોડધામ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડ દ્વારા અનાજ અને મોટર ચોરીમાં પકડાયેલા 3 આરોપીની પુછપરછ ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આ ચોરીના માલની ખરીદીમા અમુક વેપારીઓના નામ ખુલવાની દેહશતને લઈને વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે.

પાટડીના માલવણ ગામના મહંમદ ઉર્ફે સેતાન વાઘજીભાઈ જતમલેક, સજ્જનપુરના અજીતભાઈ પ્રવિણભાઈ કોળી અને ભરાડા ગામના બીસ્મીલાખાન ઉર્ફે સેતાન રહેમાનને ધ્રાંગધ્રા ડીવાય.એસપી સ્કવોડે ઝડપી લીધાહતા. આ શખ્સોએ દેશી બનાવટનો તમંચો, જીરૂ, એરંડાના કોથળા, પાણીની મોટર સહિતની ચોરી કર્યાનું ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી જુદીજુદી આઠ જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા દ્વારા ડીવાયએસપી સ્કવોડના રણછોડભાઈ ભરવાડ,બાલજીભાઈ, ચેતનભાઈ સહિતની ટીમે કાર્યવાહી કરી હતી. અને પોલીસે રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસને આરોપી પાસેથી ચોરીનું જીરૂ એરંડાના કોથળાની ખરીદી કરનાર વેપારીઓના નામ ખુલવાની દેહશતને લઈને વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે. અને પોતાનું નામ ન આવે તે માટે પાછલે બારણે ખરીદી કરેલો ચોરીનો માલ પોલીસને આપી પોલીસની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કયા વેપારીઓના નામ ખુલ્લે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો