નાના છૈડાના યુવાનને 6 જિલ્લામાંથી તડીપાર કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાના નાના છૈડા ગામે રહેતા અને જુગારના અલગ અલગ કેસમાં સંડોવાયેલા કાઠી દરબાર યુવાનને 6 જિલ્લામાંથી તડીપાર કરાયો હતો.

પાળીયાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જુગાર, જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.સી.સગર તથા સ્ટાફ એ બોટાદ જિલ્લાના નાનાછૈડા ગામે જુગારની પ્રવૃતિ કરતો સખસ ધીરૂભાઇ નનકુભાઇ ખાચર (ઉ.વ.30) જુગારના અલગ-અલગ કેસો માં સંડોવાયેલો હતો. જુગારની પ્રવૃતિ બંધ કરતો ન હતો. જેથી તેની તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી.મેજીસ્ટ્રેટ બોટાદને મોકલી આપતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બોટાદે તડીપાર દરખાસ્ત મંજુર કરી ધીરુભાઈ નનકુભાઈ ખાચરને બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ જિલ્લાઓની હદ બહારનો હુકમ કરતા પાળીયાદ પોલીસે તેની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે. જેથી બુટલેગરો અને ગેરકાયદે પ્રવૃતિ કરતાં તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...