તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાના નાની મોરસલ ગામે ચેકડેમના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચોટીલા : ચોટીલાના નાનીમોરસલ ગામે રૂ.35.42 લાખના ખર્ચે ચેકડેમ બનાવવાનું સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ખાતમુહુર્ત કરાયુ હતુ. આ ચેકડેમ બનતા આસપાસના ચાર ગામોના લોકોને પાણીનો લાભ મળશે.ચોટીલાના નાનીમોરસલ ગામની બાજુમાં આવેલ કરાડમ વાળીમાં છગનભાઇ પોલાભાઈ ની વાળી ના શેઢે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત બનનાર 106 મીટર લાંબા ચેકડેમરૂ.35,42,974 ના ખર્ચે બનનાર છે. જેનું ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાતા સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન જસદણ ના ડો.ભરતભાઇ બોધરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચોટીલા પ્રાંતઅધિકારી આર.બી.અંગારી, મામલતદાર પી.એલ.ગોઠી, તાલુકા વિકાસ અધિકારી પંકજભાઈ મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઇ મકવાણા તેમજ ભાજપના મેરુભાઈ ખાચર, વિરજીભાઈ, મહિલા ભાજપ પ્રમુખ ગીતાબેન અને તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી.સેલના હરેશભાઇ ઝાપડીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાહતા. આ ચેક ડેમ તૈયાર થઇ જતા ચોટીલા તાલુકાનના નાની મોરસલ, મોટી મોરસલ, મોટા કાંધાસર સહિત રાતડકી ગામના લોકોને ડેમના પાણીનો લાભ મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો