યુદ્ધ એ જ કલ્યાણ ગ્રૂપ દ્વારા મહિલા સમિતિની રચના કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગત તા.28 શનિવારના સાંજે સહજાનંદ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુદ્ધ એ જ કલ્યાણ ગ્રૂપના મહિલા સમિતિ દ્વારા વન ટાઇમ યુઝ પ્લાસ્ટિક નાબૂદ કરવા “નો પ્લાસ્ટિક” અંગેના શપથ લેવામાં આવ્યા હતા. સાથે હેલ્મેટ પહેરીને તેની અગત્યતા પણ સમજાવવામાં આવી હતી. આ તકે ગ્રુપના ટ્રસ્ટી રમેશભાઈ દોંગા, રતિભાઈ, રસીલાબેન તેમજ મધુબેન સહિતના હાજર રહ્યા હતા. આગામી 31 ઓક્ટોબરે સામાજિક સમરસતા રેલીનું આયોજન કરી સરદાર પટેલ જયંતિની ઉજવણી પણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રૂપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા દ્વારા સ્વર્ગસ્થ સંજયભાઈ ભાદાણીની પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવામાં આવી રહ્યું છે. મૃત્યુ બાદ અંગદાન શપથ જેવા કેમ્પનું આયોજન કરી વર્લ્ડ રેકોર્ડ પણ કરવામાં આવ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની સાથોસાથ નવરાત્રી દરમિયાન શહેર તાલુકાની તમામ ગરબીઓની બાળાઓને પ્રસાદ અને લ્હાણી વિતરણ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...