પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળઝાળ ઉનાળામાં પાણીની ભારે તંગીનાં વર્તમાન સમયમાં તળાજા નગરનાં પીવાનાં પાણીનાં પરંપરાગત સ્ત્રોત ડુકી ગયા છે. ત્યારે એક માત્ર મહિ પરિએજ યોજના દ્વારા મળતા દૈનીક ઝોનવાઇઝ વિતરણ થતા પાણીનાં સમયમાં પણ કાપ મુકવો પડે તેવી પાણીની કટોકટી ભરી સ્થિતિમાં તળાજાનાં વાવચોકમાં કોઇપણ કારણસર પાણીની રેલમછેલ જોવા મળે છે. કાળઝળ ગરમીમાં ચારેબાજુ પાણીનો પોકાર ઊઠ્યો છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. તસવીર - બી.કે. રાવળ

અન્ય સમાચારો પણ છે...