લીંબડીના દેવપરા ગામે રહેણાંક મકાનમાં વિજીલન્સની ટીમે દરોડો પાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડીના દેવપરા ગામે રહેણાંક મકાનમાં વિજીલન્સની ટીમે દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડયા હતા. પરંતુ 2 શખ્સો ભાગી છૂટ્યા હતા. વિજીલન્સની ટીમે કુલ રૂપિયા 66,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓને પાણશીણા પોલીસ મથકે સોંપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ રેડ દરમિયાન તીન પત્તીનો જુગાર રમતા દેવપરાના માવજી થોભણભાઈ ઝાપડીયા, રળોલના મહેમુદ વસતાભાઈ સંઘરીયાત, અમદાવાદના અમજદ આદમખાન પઠાણ, કણભાના રાકેશ ગણપતભાઈ મોચી, બાવળાના સગરામ નાગજીભાઈ ભરવાડ, દેવપરાના જગદીશ વાઘજીભાઈ કોળી, અમદાવાદના ગોતાના મહેન્દ્ર ત્રિભોવનભાઈ પટેલ, રળોલના હુસૈન અજુભાઈ, બાવળાના ખોડા ઈશ્ચરભાઈ બારૈયા અને ધોળકાના ડમરૂ જેમલભાઈ રબારી ને ઝડપી પાડયા હતા. જ્યારે બાવળાનો આરીફ અને વેજળકા ગામનો પ્રવિણસિંહ ભાગી છૂટયા હતા. વિજીલન્સની ટીમે જુગારના પટમાંથી રોકડ સહીત કુલ રૂપિયા 66,750નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...