તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડાસાંગાણી-ગોંડલની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ અઢાર કરોડના ખર્ચે નવો બનાવવા અને પહોળાઈ વધારવા સરકારમાંથી મંજુર થતા ટ્રાકિક સમસ્યાનો અંત આવી જશે. આ રોડ પહેલા સાડા પાચ મીટરનો સિંગલ પટ્ટી હતો જે હવે 10 મીટર જેટલો પહોળો થતા લોકોને અવાર નવાર ટ્રાફિક અને અકસ્માતોની બનતી ઘટનામાંથી મુક્તિ મળશે. આ માટે એકાદ માસમાં ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.

કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ અકસ્માત માટે જાણીતો બન્યો છે ત્યારે આ માર્ગ અતિ બિસ્માર હાલતમાં અને સિંગલ પટ્ટીનો હોવાથી અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બનતા ગ્રામજનો દ્વારા આ રોડની પુરતી પહોળાઈ ન હોવાથી અવારનવાર રોડની પહોળાઇ વધારવા માટે માગણીઓ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોની માર્ગ પહોળો કરવાની ઉઠતી માંગને લઈને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસીંહ જાડેજા અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ સરકારમા રજુઆત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ માર્ગનુ નવીનીકરણ અને સાડા પાંચ મીટર રોડને દસ મીટર પહોળાઈ કરવા માટે 18 કરોડના ખર્ચે મંજુર કરતા તાલુકાના હજારો વાહન ચાલકોમા ખુશીની લહેર છવાઈ ગઇ હતી.

તાલુકાના પંદરથી વધુ ગામના લોકોને ખરીદી માટે ગોંડલ જવાનુ હોવાથી અને ખેડુતો તેના પાકનુ વેચાણ માટે ગોંડલનો જ આગ્રહ રાખતા હોવાથી સતત વાહનોની અવર જવર રહે છે. જેના કારણે આ માર્ગ અતિ બિસ્મર હોવાથી સમયાંતરે અકસ્માતના બનાવો સામે આવે છે. આ માર્ગ નવો બન્યા બાદ અકસ્માતની ઘટનાઓ નિવારી શકવાનુ વાહન ચાલકો માની રહ્યા છે.

પોઝિટિવ
કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ બિસમાર હાલતમાં સાડાપાંચ મિટરનો હતો, એક મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે
18 કરોડના ખર્ચે 10 મીટર રોડ પહોળો થશે
કોટડાસાંગાણીના લોકોને ગોંડલ જવું સહેલું બનશે
કોટડાસાંગાણી ગોંડલ માર્ગ ખરાબ હોવાના કારણે તાલુકાના અનેક ગામના લોકો ગોંડલ નજીક હોવા છતા ખરીદી માટે ગોંડલ જવાનુ ટાળતા હતા. પરંતુ આ રોડ નવો બનવાથી લોકો વધુ ગોંડલ તરફ વળશે તેથી ગોંડલના નાના-મોટા વેપારીઓ અને ખેતીવાડી લક્ષી ધંધા રોજગારમા પણ ફાયદો થશે.

15થી વધુ ગામોના ચાલકોને થશે ફાયદો
આ રોડ નવો બનવાથી કોટડાસાંગાણી નારણકા, નવાગામ, સોળીયા, સર સરધાર, રાજપીપળા, દેવળીયા, પાંચતલાવડા, વાદિપરા, રાજપરા, ભાડુઈ, ખરેડા, રાજગઢ, માણેકવાડા, વડિયા, પાંચીયાવદર, ખોખરી સહીતના ગામના વાહન ચાલકોને આર્થીક રીતે અને ગોંડલ જવા માટે સમય મર્યાદામા પણ ફાયદો થશે.

એકાદ માસમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે
લોકોની માંગને લઈને સરકાર દ્રારા આ રોડ અઢાર કરોડના ખર્ચે મંજુર કરાયો છે તેની પહોળાઈ પેલા સાડા પાંચ મીટર હતી જે હવે વધારીને દસ મીટર કરવામા આવસે આ રોડની પહોળાઈ વધારતી વખતે જમીન સંપાદન કરવાની જરૂર પડે તેમ નથી સરકાર દ્રારા રોડ અઢાર કરોડના ખર્ચે મંજુર કરાયો છે તેની ટેન્ડર પ્રક્રીયા સરકારી નીયમ મુજબ એકાદ માસમા શરૂ કરાશે. કે.એન.ઝાલા, ઈજનેર, માર્ગ-મકાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો