ચોટીલામાં ચાલી રહેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રીજા દિવસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલામાં ચાલી રહેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રીજા દિવસે પોલીસ લાઈન ઇલેવનની હાર થઇ હતી. આ મેચ જોવા માટે મેદની ઉમટી પડી હતી.

હરિમાધવ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજા દિવસે પ્રથમ મેચ વાંકાનેરની બજરંગ ઇલેવને 174 રન કર્યા હતા. જેની સામે કુંઢડા ગામની કુંઢડા ઇલેવનની ટીમ માત્ર 95 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી.અને બીજા મેચમાં આકાશ ઇલેવન સુરેન્દ્રનગરની ટીમે 64 રન કરતા થાનની આદિત્ય ઇલેવને ત્રણ વિકેટ ગુમાવી 10 ઓવરમાં મેચ જીતી હતી. જયારે ત્રીજી મેચ ચોટીલાની પ્રિન્સ ઇલેવને 114 રન બનાવ્યા તો સામે ચોટીલાની પોલીસ ઇલેવને 11 ઓવર અને 5 બોલમાં 108 રન કરતા પ્રિન્સ ઇલેવને જીત હાંસલ કરી હતી. અને ચોથી મેચમાં રાજકોટની રાયકા ઇલેવને 71 રન બનાવી રાજકોટની પ્રિન્સ ઇલેવને માત્ર 8 ઓવરમાં 72 રન બનાવી જીત મેળવી હતી.

આ તમામ મેચો નિહાળવા માટે ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર કપિલ નકુમ તેમજ ખુબજ મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચી ગયા હતા. અને વિજેતા ટીમોને નગરપાલિકાના શક્તિસિંહ ઝાલાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...