તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં 3 શખ્સનો આતંક, માતા અને પુત્રી પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાં ગોકુલનગરમાં રહેતી માતા પુત્રી પર તે જ વિસ્તારનાં ત્રણ શખ્સ ઘરમાં ધસી આવ્યા હતા અને તારા પતિએ અમારા વિરુદ્ધ પોલીસને બાતમી કેમ આપી તે કહી માતા પુત્રી પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં મીનાબેન જયંતીભાઈ ડાભી અને તેમની પુત્રી તેના ઘરે હતી જ્યારે મીનાબેનના પતિ જયંતિભાઈ કોઈ કામથી બહાર ગયા હતા તે દરમિયાન ટીના જીવણભાઈ બોરીચા, ભાવેશ હરિભાઈ બારીયા, ધવલ જીગ્નેશ બારીયા સહિતના ધસી આવ્યા હતા.અને તારા પતિએ કેમ અમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી તેમ કહી ઘરમાં ઘુસી ધોકા પાઈપ હથિયાર સાથે આવી તોડ ફોડ કરી નુકશાન કરી માતા પુત્રી પર હુમલો કર્યો હતો અને બન્નેને ઇજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. જોકે આ અંગે મહિલાના પતિ જયંતિભાઈએ તેમની પુત્રી સાથે આરોપીઓએ છેડતી કરી હોવા છતાં પોલીસ ફરિયાદમાં તે છેડતીનૉ ગુન્હો ઉમેરતી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...