Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિક્ષકે પોતાની બચતમાંથી ટ્રસ્ટને 5000નું દાન આપ્યું
મૂળ જસદણ તાલુકાના કમળાપુરના વતની અને હાલ જસદણમાં રહેતા કનુભાઈ ડી. રામાણીએ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટને રૂ.5000નો ચેક અર્પણ કર્યો હતો. પોતાની બચતમાંથી તેમણે આ ફંડ આપ્યું હતું.
તેઓ જસદણની ચુનારાવાડ સરકારી પ્રા.શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને એમ થયું કે આ વર્ષે હું મારા પુત્ર કિશનના 20માં જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરું. જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તે પોતાના પુત્રના જન્મ દિવસની ઉજવણી જસદણની કોઈ સારી હોટેલમાં કે પછી પોતાને ઘરે મિત્રોને બોલાવી પાર્ટી કરી કેક કાપીને કરતા હોય છે. એટલે કનુભાઈએ તેમના પુત્ર કિશન રામાણીના 20 માં જન્મ દિવસની ઉજવણી રૂપે જસદણના સેવાભાવી ટ્રસ્ટ શ્રી અવતાર ચેરીટેબલ ટ્રસ્ટને તેમની ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ.5000 ની રકમનો ચેક આપીને કરી હતી.
તેઓએ આપણને એક નવો વિચાર આપીને આપણને ખૂબ જ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે અને તેમણે સેવા કરવાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે અવતાર ટ્રસ્ટના મંત્રી પિયુષભાઈ આર. તળાવીયા અને અવતાર ટ્રસ્ટના તમામ સભ્યોએ કનુભાઈ ડી.રામાણીનો આભાર વ્યકત કર્યો હતો.