તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિભત્સ કલીપોને ડાઉનલોડ કરી આપનાર શખ્સની અટક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર સોમનાથ એસઓજીએ વેરાવળમાં એક દુકાનમાંથી બિભત્સ ક્લિપો ડાઉનલોડ કરતા શખ્સની અટક કરી કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી વિગત મુજબ ગીરસોમનાથ એસપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે વેરાવળ પ્રભાસ પાટણ વિસ્તારમાં મેઇન રોડ, જીઆઇડીસીમાં આવેલી ક્રીષ્ના મોબાઇલ નામની દુકાનમાં તપાસ હાથ ધરતા દુકાનદાર નારણ ભીમશી સોલંકી (ઉ..૨૮ રહે.મીઠાપુર) કોઇપણ રાઇટસ કે આધાર પુરાવા વગર કોમ્પયુટર દ્વારા ઇ-ડ્રાઇવમાં ન્યુ ફોલ્ડર ૩માં બિભત્સ ક્લીપો ડાઉનલોડ કરી જુદા-જુદા ગ્રાહકો પાસેથી પૈસા લઇને તેમના મોબાઇલમાં કાર્ડરીડરથી મેમરી કાર્ડ દ્વારા ડાઉન લોડ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. અાથી એસઓજીએ કોમ્પ્યુટર, સીપીયુ કાર્ડ રીડર, માઉસ તથા કેબલ વાયર સહિત 15 હજારનો મુદ્દામાલ કબજે કરી તેની વિરૂદ્ધ પ્રભાસ પાટણ પોલીસમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો