તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શેરડી, બોર સહિતના ફળમાંથી પતંગ બનાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી | મોરબી જિલ્લા શિક્ષણ જગતમાં હરહંમેશ કંઈક નવું આપનાર નવયુગના વિદ્યાથીઓએ મકર સંક્રાતિના પર્વને અનુરૂપ શેરડી, ઝીંઝરા, બોર,સંતરા વગેરેની વિશાળકાય પતંગ બનાવી અને વિદ્યાથીઓને મકર સંક્રાતિનું પૌરાણિક મહત્વ સમજાવેલ અને સાથે સાથે વિદ્યાથીઓને ચાઇનીઝ દોરા, તુકાલ ઉપયોગમાં ન લેવા તેમજ પતંગ ચગાવતી વખતે કેવા-કેવા પ્રકારની કાળજી લેવી તથા આકાશમાં ઉડતા પક્ષીઓ દોરાથી -ઈજાગ્રસ્ત ન થાય તેવી જીવદયા રાખવાની ખાસ વાત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિશાળકાય પતંગ દ્વારા વિદ્યાથીઓ તેમજ વાલીગણમાં અનેરું આકર્ષણ જન્માવ્યુ હતું. અંતે આ પતંગમાં ઉપયોગમાં લેવાયેલ શેરડી, ઝીઝરાં, બોર વગેરે - જરૂરિયાતમંદ ઝૂંપડપટી વિસ્તારના નાના બાળકોને હર્ષભેર વિતરણ કરી તેની સાથે આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી.જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સૌને પ્રોત્સાહિત કરી, બિરદાવી સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો