તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરના વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કુલમાં અભ્યાસ કરતા ધો.12ના વિદ્યાર્થી સાગર રમેશભાઇ વાઘેલાએ ન્યુ દિલ્હી ખાતે આવેલ તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા.5 જૂન થી 7 જુન દરમિયાન યોજાયેલ ઇન્ટરનેશનલ ટાઇક્રોન્ડો સ્પર્ધામાં 45 થી 55 કિલો વજનની અને 19 વર્ષની નીચેના સ્પર્ધકો માટેની રમતમાં ગ્રાન્ડ માસ્ટર જીઓ ગીલે (ચેરમેન ઓર્ગેનાઇઝેશન ઓફ કોરીયા) ના વરદ હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપત કરેલ છે.આ સ્પર્ધામાં 32 થી વધારે દેશોના 2000 થી વધારે સ્પર્ધકોને હરાવીને શાળા, રાજય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...