Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદમાં સ્પિડ બ્રેકર પર પટ્ટા લગાવ્યા અને ત્રણ કલાકમાં જ ભૂંસાવા લાગ્યા
કેશાેદમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે મહિના પહેલા ઠેર ઠેર સ્પીડ બ્રેકર બનાવી નાખવામાં આવ્યા પરંતુ 1 મહિના સુધી વાઇટ પટ્ટા ન લગાવતાં વારંવાર અકસ્માતની ફરીયાદ ઉઠવા પામી હતી અંતે થર્માેપ્લાસ્ટીકના વાઇટ પટ્ટાની જગ્યાએ ફેવીકાેલ અને ચુના થી કાચા પટ્ટા લગાવાયા જે 24 કલાકમાં ભુસાઇ ગયા હવે ફરીથી કાચા પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે જેની માત્ર 3 કલાકમાં ભુસાવવા શરૂઆત થઇ. આ અંગે આર એન્ડ બી અધિકારીએ પાકા પટ્ટા લગાવવા 1 મહિનાનાે સમય લાગશે તેમ જણાવ્યું હતું પરંતુ બે મહિનાનાે સમય વિતવા છતાં ન લાગતા ફરી ચુનાથી પટ્ટા લગાવી ખાેટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે. આમ સરકારને ખાેટા ખર્ચા થઇ રહ્યા છે અને લાેકાે અકસ્માતનાે ભાેગ બની રહ્યા છે જે કેટલુું યાેગ્ય કહેવાય તેવા સવાલ ઉઠી
રહ્યા છે. } પ્રવિણ કરંગીયા
એક મહિના પહેલા પણ કામગીરી થઇ હતી, ખર્ચ પાણીમાં