તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ નગરમાં માનવતાની મહેકને ખુલ્લંુ મૂકવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ પોલીસ સ્ટેશનની બાજુમાં ત્રિમૂર્તિ મંદિર નવરાત્રી મંડળ તેમજ ઉત્સવ કમિટી દ્વારા બનાવવામાં આવેલા “માનવાતાની મહેક” ને મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌરભભાઈ પટેલે કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, માનવતાનું આ કાર્ય સદા ચાલતું રહે અને જરૂરીયાત મંદ લોકોને આના થકી સાચી મદદ મળતી રહે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ પોલીસ સ્ટેશન પાસે બનાવવામાં આવેલ આ “માનવતાની મહેક “ માં જરૂરીયાતમંદ લોકોને જરૂરીયાત પૂર્ણ થઈ શકે તે માટે અન્ય લોકો તેઓના બિનઉપયોગી જીવનજરૂરીયાત વસ્તુઓ જેવી કે, કપડા, બુટ, ચંપલ તેમજ રમકડાં મુકી શકે છે. જેથી તે અન્ય લોકોને કામમાં આવી શકે. કાર્યક્રમમાં કાળુભાઈ, શામજીભાઈ, દશરથસિંહ, અનિલભાઈ, પાલિકાના સભ્યો, પોલીસ સ્ટાફ , મિડીયા મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો