તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયા(મી)નાં મોટા ભેલા પાસે મહિલાનું કંકાલ મળ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામની સીમમાંથી એક મહિલાની ખોપરી અને શરીરના અન્ય ભાગ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માળિયા મિયાણા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી.જઇ કંકાલ તેમજ ત્યાંથી મળી આવેલા ચાદર અને મહિલાના કપડાં અંને પગના સાંકડા સહીતનો મુદામાલ કબજે કરી ફોરેન્સિક પીએમ.માટે મોકલી આપ્યો હતો. મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામની સીમમાં એક કંકાલ મળી આવ્યો હતો. ઘટના અંગે ગામના સરપચે પોલીસને જાણ કરતા માળિયા.મિયાણા પોલિસ.સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કંકાલ કબજે કરી પીએમ. અર્થે મોકલી આપ્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ મહિલાનો હોવાનો સામે આવ્યું હતું.મહિલાનું મોત અકસ્માત છે કે હત્યા તે અંગે પીએમ રિપોર્ટ બાદ જ સામે આવી શકે છે.હાલ પોલીસે કાપડ અને સાંકડા કબજે કરી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો