તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથની સુરક્ષાને લઇ મંદિર પરિસરમાં NSG કમાન્ડો દ્વારા ચેકીંગ હાથ ધરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં આતંકી હુમલાનાં 13 દિવસે ભારતીય વાયુસેના દ્વારા આંતકવાદી કેમ્પમા કરેલ એર સ્ટ્રાઈકને લઈ ગીર સોમનાથ જિલ્લામાં દરીયાઈ વિસ્તારમાં મરીન પોલીસ તેમજ સોમનાથ મંદીર સહિતનાં વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. પોલીસ દ્વારા દરિયા કિનારા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે બાર જ્યોતિર્લીંગમાનું પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ આંતકવાદીની હીટ લીસ્ટમાં પહેલાથી જ છે ત્યારે સોમનાથની સુરક્ષામાં સતત વધારો કરવામાં આવ્યો છે. જેને લઇ બુધવારે સોમાનાથમાં એલએનજી પોઈન્ટ 3 પર ડીવાયએસપી 1, પીઆઇ 1, પીએસઆઇ 1, 50 પોલીસ, 50 જીઆરડી, 1 ટીમ એસઆરપી અને ધોડાસવાર પોલીસ 1 જ્યારે દરિયાઈ સુરક્ષા માટે 5 બોટો અને ૨૦ થી વધુ મરીન પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિલ્હીથી એનએસજી કમાન્ડોની ટીમ તૈનાત કરાતા અનેએસજી કમાન્ડોએ આઇજી સાથે સોમનાથ મંદિરેની સતત સધન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મરીન પોલીસ દ્વારા સતત બીજા દિવસે સોમનાથ જિલ્લાનાં દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તસવીર-રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો