તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં ઉત્સવમાં વહી જ્ઞાનની સરિતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જ્ઞાનોત્સવમાં શનિવારે જાણીતાં પત્રકાર અને કટાર લેખક આશુ પટેલે હાજરી આપી હતી અને તેમાં પોતાના પત્રકાર ક્ષેત્રના તેમજ કટાર લેખક નાં અનુભવ જણાવ્યા હતા જેમાં અંડરવર્લ્ડની રિપોર્ટિંગની ફાયરિંગની ઘટના અંગે જણાવ્યું હતું કે એ સમયે એક અખબારમાં કાયમી કોલમ ચાલતી હતી. અંડરવલર્ડનાં રાજ બહાર લાવતા હતા. જે બંધ કરવા ધમ પછાડા કર્યા હતા. મુંબઈમાં અનેકવાર ઘણીવાર એન્કાઉન્ટર થતા એનકાઉન્ટર સ્પેશ્યલ ઓફિસર દ્વારા ફાયરિંગ બાદ અમે ઘટના સ્થળે જોતા તો લોહીની નદીઓ જોવા મળતી હતી. ઘણીવાર બુટમાં ચોંટેલું લોહી ઘરે સાફ કરવા પડ્યા હતા. એન્કાઉટર સ્પેશ્યલ ઓફિસરથી અંડર વલર્ડ પણ ધ્રુજતું હતું શાર્પશૂટરને પણ ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા છે. તેમને જણાવ્યું હતું કે રાજકીય દબાણ ન હોય અને પોલીસ ધારે તો દેશમાં દુકાન કે ઘરમાં તાળાંની પણ જરૂર ન પડે. તેઓએ જણાવ્યું હતું કે નાની મોટી બાબતમાં ચિંતામાં આવી જતા બાળકોએ એટલું યાદ રાખવાનું કે જ્યાં સુધી તેઓ પોતાની જાતથી હાર નથી માનતો ત્યાં સુધી નિષ્ફળ નથી બનતો પ્રયત્ન કરતા રહેવા.

કાજલ ઓઝા વૈદ્યના સેશનને યુવાનોએ મન ભરી માણ્યું
બે દિવસમાં 15 હજારથી વધુ શ્રોતાએ જિંદગીના પાઠ શિખ્યા
ભાસ્કર ન્યૂઝ | મોરબી

મોરબી યુવા જ્ઞાનોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ સેશનમાં સંજય રાવલ અને કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય માણવા 8 હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. મોટીવેશનલ સ્પીકર સંજય રાવલએ ડર કે આગે જીત હે વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. કહ્યું કે નસીબ હોતું નથી તેને બનાવવું પડે છે. ભારતભૂમિમાં જન્મ મળવો અને તેમાં પણ જો તમારા બધા અંગ કામ કરતા હોય એટલે તમને લોટરી લાગી ગઈ એમ જ માની લ્યો. દરરોજ 5 હજાર ટ્રક માલ બહાર જાતો હોય. દરરોજ 150 કરોડ લઈ આવતું હોય અને ત્યાં ખાડા- ખબળા વાળા રોડ અને જ્યા જુઓ ત્યાં ગંદકી છે. છતાં કોઈ કઈ કરતું નથી અને બોલતું નથી. જાણીતા લેખક અને સ્પીકર કાજલ ઓઝા વૈધે સમાજિક સુરક્ષા, જવાબદાર કોણ? તે વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે આપણે બીજાને વોટ્સએપ સ્ટેટ્સથી મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દીકરીઓ સ્ટેટ્સ ભલે મૂકે પણ પોતાના મા બાપને તે ક્યાં છે અને શું કરે છે તેનું સતત અપડેટ આપતી રહે. બીજું કે મા બાપ દીકરીને દીકરાની જેમ મોટા કરે કે ન કરે પણ દીકરાને અવશ્યપણે દીકરીની જેમ મોટા કરે અને સંસ્કાર આપે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો