Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુત્રાપાડાના કદવારમાં ખુલ્લે આમ દારૂનું થઇ રહ્યું છે વેચાણ
સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. અહીં આજુબાજુ ગામનો લોકો પણ દારૂ લેવા માટે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. કદવાર ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું હોય તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કદવાર ગામના બસ સ્ટેશનથી લઇને અંદર ગામની અનેક જગ્યાએ વેચાણ થઇ રહ્યું છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દારૂના ધંધાર્થીઓ પોતાની દાદાગીરી બતાવી રહ્યા છે. કદવાર ગામમાં દેશી-વિદેશી દારૂનું વિપુલ પ્રમાણમાં વેચાણ થતું હોવાને કારણે આજુબાજુ ગામના લોકો અહીં દારૂ લેવા પહોંચ જાય છે. જેના કારણે ગામમાં અજાણ્યા વ્યક્તિઓ જોવા મળતા લોકોને ચોરી, લૂંટના બનાવો બનવાનો ડર લાગી રહ્યો છે. કદવાર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ચાલે છે તેમ છતાં પણ પોલીસ પગલા લેતી નથી. જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.