તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસર કેરીની સિઝન શરૂ થશે એટલે તાલાલા યાર્ડમાંથી તુવેરનો જથ્થો અન્યત્ર ખસેડી લ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાનાં ભાવે તુવેર વેંચવા ખરીદ કેન્દ્ર શરૂ કરાવેલ. હાલ તુવેરનો પુષ્કળનો જથ્થો તાલાલા યાર્ડનાં શેડ અને ગ્રાઉન્ડમાં પડયો હોય અને કેરીની સીઝન શરૂ કરવાની તૈયારી હોવાથી તાલાલા યાર્ડનાં સેક્રેટરીએ તુવેરનો જથ્થો તાકીદે અન્ય ખસેડી જગ્યા ખુલ્લી કરવા રજુઆત કરી છે. ગીર પંથકમાં કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ટુંક સમયમાં કેસર કેરીની સીઝન શરૂ કરવાની તૈયારી યાર્ડનાં વહીવટી વિભાગે શરૂ કરી છે. પરંતુ તાલાલા યાર્ડમાં ખરીદ કેન્દ્રમાં ખરીદાયેલી તુવેરનો મોટો જથ્થો પડયો હોય તાલાલા યાર્ડનાં સેક્રેટરી હરસુખભાઇ જારસાણીયાએ તુવેર ખરીદ કેન્દ્રનાં મેનેજરને રજુઆત કરી વહેલી તકે તુવેર તાલાલા યાર્ડમાંથી અન્યત્ર સ્થળે ખસેડી કેરીની સીઝન માટે તાલાલા યાર્ડનાં શેડ અને ગ્રાઉન્ડ ખુલ્લુ કરવા જણાવેલ છે. કેરીની હરાજી માટે તાલાલા યાર્ડમાં સૌથી વધુ કામકાજ થતા હોય વેપારીઓને દુકાન ફાળવવા હરાજી માટેનાં ગાળા ઉપલબ્ધ કરાવવા કેન્ટીનની સીઝનલ હરાજી જેવા મહત્વનાં કામ અટકી પડયા છે.

અન્ય સમાચારો પણ છે...