વઢવાણમાં બાઇકની ચાવી કાઢી યુવાનના સોનાના દોરાની લૂંટ

Wadhwan News - the robbery of young man39s gold robbery took place in wadhwan 073016

DivyaBhaskar News Network

May 25, 2019, 07:30 AM IST
સુરેન્દ્રનગર અને રતનપરના ત્રણ શખ્સોએ વઢવાણ 80 ફૂટ રોડ શાકમાર્કેટ બાપાસીતારામની મઢુલી પાસે બાઇક લઇને જતા યુવાનને રસ્તામાં રોકી ચાવી કાઢી લઇને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ પથ્થરો ફેંકી યુવાનને ઇજાઓ કરી રૂ. 80 હજારના સોનાની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો હતો.

વઢવાણ 80 ફૂટ પ્રજાપતિની વાડી પાસે રહેતા મિહીરભાઈ જીતેન્દ્રભાઈ દવે બાઇક લઇને તા. 22-5-2019ના રોજ બપોરના 1 વાગ્યે જતા હતા. આ દરમિયાન વઢવાણ 80 ફૂટ રોડ શાકમાર્કેટ ખોજાખાનુ બાપાસીતારામની મઢુલી પાસે કિશનભાઈ, હિદાયદભાઈ અને ટીનાભાઈએ મિહીરભાઇને રસ્તામાં રોકી બાઈકની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ ગાળો આપી ઝપાઝપી કરી મિહીરભાઈ અને તેમની સાથેને લોકો ઉપર પથ્થરો ફેંકી ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત મિહીરભાઈનો રૂ. 80 હજારની કિંમતનો સોનાનો ચેનની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મિહીરભાઈ દવેએ સુરેન્દ્રનગર રહેતા કિશનભાઈ પ્રભુભાઈ બાવાજી,રતનપરમાં રહેતા હિદાયદ ઉર્ફે હિદુ તેમજ સુરેન્દ્રનગરમાં રહેતા ટીનો નામના શખ્સ સામે સિટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ.એચ.સોલંકી ચલાવી રહ્યાં છે.

નોંધનીય છે કે, ધોળા દિવસે બનેલી લૂંટથી શહેરવાસીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ત્યારે આવા અસમાજીક તત્વોને ડામવા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગની કરાય તેવી સ્થાનિક લોકોમાં માગ ઉઠી છે.

X
Wadhwan News - the robbery of young man39s gold robbery took place in wadhwan 073016

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી