તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂરજદેવળ અને જરિયા મહાદેવનો માર્ગ ખખડધજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાથી થાનગઢ જવાના રસ્તા પરથી અતિ પૌરાણિક ગણાતા સુરજદેવળ અને જરીયા મહાદેવ મંદિર તરફ જઈ શકાય છે. પરંતુ આ બન્ને પૌરાણિક મંદિરો સુધી જવા માટેનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી દર્શને જતા હજારો ભાવિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા સુરજદેવળ અને જરીયા મહાદેવ મંદિર સુધીના સીગલપટ્ટી રોડને ડબલ પટ્ટી એપ્રોચ રી-કાર્પેટ રોડ બનાવવામાં આવે તેવી જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ દ્વારા મુખ્યમંત્રી સહિતનાઓને લેખિત પત્ર મોકલી માંગ કરવામાં આવી છે.

સૂરજદેવળ જવા માટેનો 4 કિ.મી.નો રસ્તો સાવ બિસમાર હાલતમાં
જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓને પત્ર લખી માંગ કરી છે કે, ચોટીલા તાલુકાના ચોટીલાથી થાન જતા રોડથી નવા સુરજદેવળ જવા આશરે 4 કી.મી.જેટલો સિંગલ પટ્ટી રોડ છે. આ રોડ બિલકુલ તૂટી ગયો છે અને લાંબા સમયથી તેને રીપેરીંગ પણ કરવામાં આવ્યો નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારી ભાવિકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ઉપરાંત આજ રીતે જરીયા મહાદેવની જગ્યાએ પણ હજારો યાત્રાળુઓ આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવરાત્રી અને દરેક મહિનાના સોમવારે પુષ્કળ માનવ મહેરામણ દાદાના દર્શને આવે છે. પરંતુ આ રોડની હાલત પણ અતિ જર્જરિત થઈ ગયેલ છે. જેથી તાત્કાલિક અસરથી આ બન્ને રોડને ડબલ પટ્ટી રી-કાર્પેટ કરવો જરૂરી છે તેવી લેખિતમાં માંગ કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્રના અનેક યાત્રીકોને ધ્યાનમાં લઇ તાકીદે પ્રશ્ન ઉકેલાય તેવી લાગણી વ્યકત કરાઇ છે.

સોરઠ-પાંચાળ અને હાલાર વગેરે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વસતા કાઠી સમાજના લોકો દર્શન અર્થે અહી આવે છે
ચોટીલા નજીક આવેલ સુરજદેવળની જગ્યામાં આમારા કાથી સમાજના આરાધ્યદેવ સૂર્યનારાયણ બિરાજે છે. અમારા તેઓ કુળદેવ સ્વરૂપ હોય સમગ્ર સોરઠ-પાંચાળ અને હાલાર વગેરે સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાં વસતા કાઠી સમાજના લોકો દર્શન અર્થે આવે છે. જેમાં અન્ય સમાજના પણ હજારો યાત્રાળુઓની આવન-જાવન ચાલુ જ હોય છે. પરંતુ યાત્રાળુઓને આ 4 કી.મી.મો રસ્તો કાપવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. જેથી આ રોડ ડબલ પટ્ટી એપ્રોચ રી-કાર્પેટ બનાવો જરૂરી છે. અશોકભાઈ ધાધલ, જસદણ ચેમ્બર પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો