તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્ત ST કર્મી અલ્હાબાદ કુંભમાં ગયા, ને ઘરમાંથી 35 હજારની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં ટીંબાવાડીમાં રહેતા નિવૃત્ત એસટી કર્મચારી અલ્હાબાદ કુંભ મેળામાં દર્શન કરવા ગયા હતા. ત્યારે તેમના ઘરનું તાળું તોડી તસ્કરોએ 35 હજારની માલમત્તાની ચોરી કરી હતી. બનાવની જાણ પાડોશીએ ફોન પર કરતાં તેઓ પરત આવ્યા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢનાં ટીંબાવાડી બસ સ્ટેન્ડ પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કારાભાઇ વસ્તાભાઇ સુરેજા (ઉ. 65) નામનાં નિવૃત્ત એસટી કર્મી અલ્હાબાદ કુંભ મેળામાં ગયા હતા. તેમના પત્ની પાછળથી ઉપલેટા ગયા હતા. એ વખતે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી તાળા તોડી કબાટમાંથી રૂ. 30 હજારની રોકડ અને રૂ. 5 હજારનાં દાગીના મળી કુલ રૂ. 35 હજારની માલમત્તાની ચોરી કરી હતી.

સવારે તેમના પાડોશી મેઘનાબેને કારાભાઇના ઘરનું મેઇન ડોર ખુલ્લું જોતાં તેમને ફોન પર જાણ કરી હતી. આથી તેઓ તાબડતોબ પરત આવ્યા હતા. અને બનાવમાં કારાભાઇએ સી ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. બનાવની તપાસ પીએસઆઇ પી. બી. લક્કડ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો