ધોરણ 12 સાયન્સનું ગુરુવારે પરિણામ જાહેર થયુ છે. તેમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 સાયન્સનું ગુરુવારે પરિણામ જાહેર થયુ છે. તેમાં વાંકાનેર કેન્દ્રમાં ટોપ-10માં મોર્ડન સ્કૂલના 6 વિદ્યાર્થીઓ, જ્ઞાનગંગા સ્કૂલના 4 વિદ્યાર્થીઓ અને વિ.એસ. શાહ સ્કૂલના એક વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી ચિરાગ ગુંદારિયા વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. ચિરાગ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા શાકભાજીનો વ્યવસાય કરે છે. વાંકાનેરના શ્રેષ્ઠ પરિણામ મેળવનાર સિતારાઓમાં ગુંદરિયા ચિરાગ અશ્વિનભાઈ 96.67 %, માથકિયા કૌનેનબાનું અલીભાઈ 92.33 %, ઝાલા દિવ્યરાજસિંહ મંગળસિંહ 90.33 %, વાઘેલા જિજ્ઞાસા દિનેશભાઈ 89.67%, તારવાણી સંકેત સુનિલભાઈ 84.33 %, સિપાઇ રેનિસ ઉસ્માનગની 83.33 %, શેરસીયા મંતેશા ગુલાબભાઈ 82.00 %, ઝાલા ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ 81.00 %, બાદી આફતાબ ઈલ્યાસભાઈ 79.00 %, શેરસીયા દુર્વેશઅલી ઉસ્માનભાઈ 79.33 %, અને માથકિયા મહંમદનદીમ યુનુસભાઇ 78.33 % સાથે ઉતિર્ણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...