તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Wadhwan News The Resignation Of The Cultural Chairman Of Wadhwan Municipality Disputed The Controversy 080513

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ નગરપાલિકાના સાંસ્કૃતિક ચેરમેનના રાજીનામાનો વિવાદ વકર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ નગરપાલિકા વોર્ડનં.4ના કોંગ્રેસી સદસ્ય રસિકભાઇ લકુમ ભાજપમાં ભળી ગયા હતા. ત્યારબાદ ત્રણ સંતાન હોવાની લેખિત રજૂઆત પાલિકાના કોંગ્રેસના સદસ્ય વસંતબેન ભરતભાઇ બારે કલેક્ટરને તા.5-7-2018ના રોજ કરી હતી. પરંતુ એક વર્ષ થયા બાદ કોઇ કાર્યવાહી ન થતા. વઢવાણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ વિક્રમભાઇ દવેએ તા.21-6-2019ના રોજ કલેક્ટરને કારણ દર્શક નોટીસ આપી હતી. આથી કલેક્ટર કચેરી તપાસનો ધમધમાટ અને રાજકીય આગેવાનો સાથે મંત્રણા શરૂ થઇ હતી. અંતે ત્રણ સંતાનોના મામલા બાદ રસિકભાઇ લકુમે તા.30 ઓગષ્ટે રાજીનામાપત્ર ધરી દીધો હતો. આ રાજીનામાપત્ર બાદ મામલો ફરી ગરમાયો છે. આ પ્રશ્ને વઢવાણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ વિક્રમભાઇ દવેએ ચીફઓફિસર અને પ્રમુખને પત્ર લખીને યોગ્ય ઓથોરીટી અને મ્યુનિસિપલ અધિનિયમ 1963 અનુસાર મંજૂર કરેલ છે કે કેમ તેની લેખિત માહિતી માંગી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર સી.જે.હોસ્પીટલમાં આ મામલે છેડા થયાની આશંકા ઉભી થતા સર્ટીફાઇડ કોપી માંગવામાં આવી છે. જેમાં સી.જે .હોસ્પીટલમાં પ્રમુખ અને મંત્રીને સામાન્યસભા પહેલા તા.15-1-2018થી 30-1-2018 સુધી હોસ્પીટલમાં દાખલ, ડિસ્ચાર્જ તથા ડીલીવરીની વિગતો લેખિત માંગવામાં આવી છે. આ પ્રશ્ને જરૂર પડશે તો જવાબદારો સામે કોર્ટ કાર્યવાહી થશે. જ્યારે વોર્ડનં.8ના સદસ્ય રસિકભાઇ લકુમે જણાવ્યુ કે મે સદસ્ય અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન પદેથી તા.30ઓગષ્ટના રોજ રાજીનામુ આપ્યુ છે. આ રાજીનામું અને વ્યવહારીક કારણોસર આપ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser