તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળવાથી કલેકટર કચેરી, દિવ્યાંગોની દંડવત રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

12 મી માર્ચ ગાંધીજીની દાંડી કૂચ તરીકે જાણીતી છે. અંગ્રેજોએ મીઠા પર લગાવેલા કરના વિરોધમાં 12 માર્ચ 1930ના ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. ત્યારે જૂનાગઢમાં 12 માર્ચ 2020ના રોજ અનોખી કૂચ
યોજાઇ હતી.

દિવ્યાંગોની 12 પડતર માંગ ન ઉકેલાતા દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરાટની આગેવાનીમાં જૂનાગઢમાં 12 માર્ચે દિવ્યાંગોની દંડવત કૂચ યોજાઇ હતી. જૂનાગઢ શહેરના કાળવા ચોક સ્થિત ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી દિવ્યાંગોએ દંડવત રેલી શરૂ કરી હતી. ડીજેનાં સંગાથે અને સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં દિવ્યાંગો દંડવત કૂચમાં જોડાયા હતા. ન્યાય માટે દિવ્યાંગોને રસ્તામાં દંડવત કરતા જોઇ લોકો પણ અવાચક બની
ગયા હતા. આ રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હોઇ માટી ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે રોડ પરની ભિની માટીમાં પણ દિવ્યાંગોએ દંડવત યાત્રા કરી હતી.

દિવ્યાંગોએ કાળવા ચોક, જયશ્રી રોડ, તળાવ દરવાજા, નરસિંહ તળાવ, ઝાંસીની રાણીના સર્કલ, સરદાર બાગ, તાલુકા સેવા સદન થઇ કલેકટર કચેરી સુધી દંડવત યાત્રા કરી હતી. 4 કલાક સુધી દંડવત કરી 3 કિમીનું અંતર કાપી દિવ્યાંગો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપ્યું હતું. જોકે, અધિક કલેકટર ડી.કે. બારીઆએ માનવતા દાખવી દિવ્યાંગોને ઉપર આવવાના બદલે પોતે નીચે આવીને આવેદન સ્વિકાર્યું હતું અને સરકારમાં પહોંચાડવા ખાત્રી આપી હતી. જોકે તેમ છત્તાં પણ માંગ ન સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની દિવ્યાંગોએ ચિમકી
ઉચ્ચારી હતી.

2 ની તબિયત બગડતા સિવીલ હોસ્પિટલે ખસેડાયા | દંડવત યાત્રા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સુરેશ બાબુભાઇ પટેલ અને અમરેલી જિલ્લાના ધારીંગણી ગામના હરેશ કાળુભાઇ ગંગાલની તબિયત લથડતા બન્નેને જૂનાગઢ સિવીલમાં હોસ્પિટલાઇઝ કરાયા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આટલી રજુઆત કરી | વિવિધ માંગોને લઇને 182 ધારાસભ્યોને 2 વખત પત્રો લખ્યા, ધરણાં, ઉપવાસ કર્યા, ઉનાથી ગાંધીનગર ટ્રાઇસિકલ યાત્રા કરી હતી જેમાં અકસ્માતમાં 1 દિવ્યાંગ મોતને ભેટયા હતા. 2 વર્ષે પહેલા 12 માર્ચે જૂનાગઢથી ગાંધીનગર પદયાત્રા કરી હતી. આજે સીએમને 210 આવેદન પત્રો રજીસ્ટર એડીથી મોકલાયા છે. > રમેશભાઇ કોરાટ, દિવ્યાંગ અધિકાર મંચ, પ્રમુખ.

અગાઉ અનેક વખત રજૂઆત છત્તાં 12 માંગોનો ઉકેલ ન અાવતાં નવતર પ્રયોગ કરાયો : જૂનાગઢમાં 12 મી માર્ચ ગાંધીકૂચે દિવ્યાંગોની અનોખી કૂચ

અેલાન

આવેદન

અંતર

ઉકેલ ન આવે તો ગાંધીનગરમાં ફરી લડતનું દિવ્યાંગોનું એલાન

અધિક કલેકટરે માનવતા દાખવી નીચે આવી આવેદન પત્ર સ્વિકાર્યું

ચાર કલાકે ત્રણ કિમીનું અંતર કાપી દિવ્યાંગો કલેકટર કચેરીએ પહોંચ્યા

ચાર કલાક સુધી દંડવત કરી ત્રણ કિલોમીટરનું અંતર કાપી દિવ્યાંગો કાળવા ચોકથી કલેકટર કચેરી સુધી પહોંચ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો