તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેસડીમાં મતદાનના બહિષ્કારની ચિમકી બાદ લીઝનો પ્રશ્ન ઉકેલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાના નેસડી -2 ગામે લીઝના પ્રશ્નને લઇને મતદાન બહિષ્કારની ચિમકી બાદ અહી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. એક તરફ લીઝ ધારક પાસે મંજુરીના કોઇ કાગળો નથી તેમજ ઓનલાઇન રોયલ્ટી પણ તે ભરે છે. લીઝ ધારક ગોબરભાઈ કરશનભાઇ કેસવાણી ગાધકડા વાળાને વર્ષ 2000-01 માં દસ વર્ષની ભાડા પેટે સર્વે નંબર 47 પૈકી 2માં 1 હેકટરમાં ક્વોરી લિઝ આપવામાં આવી હતી. ત્યારે આ ક્વોરી લીઝને લઈ નેસડી 2 ગામના મહિલા સરપંચ વિલાસબેન ગુણવંતભાઈ સાવલિયા તેમજ ઉપસરપંચ ચંદ્રિકાબેન જી. હિરપરાની આગેવાનીમાં આ ક્વોરી લિઝને લઈ ગ્રામ પંચાયત હસ્તક ગૌચરના ગેરકાયદેસર પેશકદમી કરી ક્વોરી લિઝની મંજૂરી પૂર્ણ થઈ ગયા બાદ પણ ચાલુ રાખવામાં આવી હતી. બીજી તરફ લિઝ ધારક દ્વારા પથ્થર ઓનલાઈન રોયલ્ટી લેવામાં આવી રહી છે તે સામે આવતા તપાસ કરનાર અધિકારીઓ પણ ચકરાવે ચડ્યા છે. અને ખાનખાણીજ વિભાગની મદદ માંગી છે. લીઝ ધારક દ્વારા 31/5/2019 સુધીમાં ગૌચરની જમીનને ખાલી કરવાની બાંહેધરી આપી છે ત્યારે ખુદ લિઝ ધારક પોતે ગૌચર ખાલી કરવાની બાંહેધરી આપે છે ત્યારે તેને પેશકદમી કરી છે તે સામે આવી રહ્યું છે. તો 2 મહિનાનો સમય શા માટે આપવામાં આવી રહ્યો છે ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...