લીંબડી-સૌકાના તૂટીલા પુલને થીગડા મારવાની કામગીરી આખરે શરૂ થઇ

Limbadi News - the process of slapping the broken bridge of the limbdi soka finally began 065505

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:55 AM IST
લીંબડી-સૌકા વચ્ચેનો કાચો પુલ તૂટતા સૌકા, લીયાદ અને લાલીયાદના લોકોનો 7 દિવસ સુધી તાલુકાથી સંપર્ક તૂટી ગયો હતો. દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થયેલા સમાચાર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલું તંત્ર જાગ્યું હતું અને લીંબડી-સૌકાને જોડતો કોઝવેને થીગડા મારવાનું કામ શરૂ કર્યું હતું.

વડોદ ડેમના દરવાજા તા.7 સપ્ટેમ્બરના રોજ ખોલાતા લીંબડી-સૌકાને જોડતો કાચો કોઝવે તૂટી જતા સૌકા, લીયાદ અને લાલીયાદ ગામ સંપર્ક વિહોણા બનતા 3 ગામના 10,000 લોકોનો લીંબડી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સાથે 180 વિદ્યાર્થી 5 દિવસ સુધી શાળાએ નહીં જઈ શક્તા અભ્યાસ પણ બગડયો હતો. પુલ તૂટયાને સાત દિવસ વીત્યાં છતાં તંત્રે મરમ્મતનું કામ હાથ ધરતા શાળામાં ત્રિમાસિક પરિક્ષા શરૂ થતા વાલી વિદ્યાર્થીને જીવના જોખમે નદીમાંથી પસાર થઈ લીંબડી લઈ જવા મજબૂર બન્યા હતા. આથી લોકોમાં નેતાઓ, આગેવાનો અને સરકારી તંત્રની કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો. તા.13 સપ્ટેમ્બરે દિવ્યભાસ્કરમાં લીંબડી-સૌકા વચ્ચેનો પુલ તૂટ્યો તંત્રે સંપર્ક છોડી દીધોના સમાચાર પ્રકાશિત કરતાં જ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલું તંત્ર સાફળું જાગી તા.14 સપ્ટેમ્બરે કોઝવે રિપેર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આથી ત્રણેય ગામના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

 ઈમ્પેક્ટ

પુલની મરમ્મતનું કામ શરૂ થયુ છે. ફોટો : પૃથ્વિરાજસિંહ ઝાલા

X
Limbadi News - the process of slapping the broken bridge of the limbdi soka finally began 065505
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી