તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં ખાનગી પેઢીનો કર્મી 50 હજાર અને બાઈક લઈ ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાં વાસુકી ટ્રેડિગ નામની પેઢીનૉ કર્મચારી ઓફિસના હિસાબના રૂ.50 હજાર અને એક બાઈક મળી કુલ 70 હજારની છેતરપીંડી કરી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે પેઢીના મેનેજરે કર્મચારી વિરુદ્ધ બી ડિવિઝન પોલિસે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં મોરબી વાંકાનેર હાઇવે પર આવેલી વાસુકી ટ્રેડર્સમાં છેલ્લા 8 માસથી કામ કરતા મૂળ એમપીના દશરથ શ્રવણ લાલ રાઠોડ નામના કર્મચારી થોડા દિવસ પહેલા પેઢીના રૂ.50000 રોકડ અને હિસાબનૉ ચોપડો લઈ ઓફિસના બાઈકમાં પીપળીયા ચાર રસ્તામાં આવેલ કોલસાના સાઇઝિંગ પ્લાન્ટમાં લઈ જવા નીકળ્યો હતો જોકે રોકડ રકમ કે ડૉકયમેન્ટ કે અન્ય કોઈ ચીજ પરત કર્યા વિના ફરાર થઇ ગયો હતો.

બનાવની જાણ થતાં વાસુકી ટ્રેડિગનાં મેનેજર જસમીનભાઈ બાલા શન્કર માંથકે આરોપી દશરથ વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઇ બગડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...