તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં ગધેડાઓને પાકિસ્તાનના વડાપ્રધાનના બેનરો પહેરાવી આક્રોશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં આંતકવાદીઓ દ્વારા કરાયેલ આત્મઘાતી હુમલામાં ભારત દેશના 40 થી વધારે જવાનો શહીદ થયા હતા. આ હુમલાના 12માં દિવસે પીઓકેમાં ઘૂસી વાયુસેનાએ આતંકીઓના કેમ્પ ફૂંકી મારતા ધોરાજીમાં લશ્કરના નિવૃત જવાનો સહિતના આગેવાનોએ મીઠાઇ વહેંચી ઉજવણી કરી હતી. ગધેડાને પાકિસ્તાનના વડાપ્રધાનના બેનરો પહેરાવી આક્રોશ વ્યક્ત કરાયો હતો.

ધોરાજીમાં નિવૃત્ત આર્મીમેન કિશોરભાઈ ભાડજા, દશરથસિંહ ઝાલા, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને ધોરાજીના લોકોએ મીઠાઈ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ધોરાજીના નિવૃત આર્મીમેન કિશોરભાઈ ભાડજા, દશરથસિંહ, ગંભીરસિંહ વાળાએ આતંકવાદ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહીને આવકારી જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદના અડ્ડાઓ છે તેને નેસ્ત નાબૂદ કરવા હજૂ કાર્યવાહી કરવી જોઇએ.

તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદ સામે લીધેલ પગલાને આવકારી હતી. લોકોએ ગધેડાના ગળામાં પાકિસ્તાની વડાપ્રધાનના બેનરો પહેરાવીને આતંકવાદ સામે રોષ વ્યકત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો