ઘાસપુર ગામમાં ઝેર ઓકતી ફેક્ટરી ખેડૂતોની જમીનનો ખાત્મો બોલાવશે : ખેડૂતો લાલઘૂમ

Patdi News - the poisoned factory in ghaspur village will call for the loss of farmer39s land farmers reddish 065512

DivyaBhaskar News Network

May 24, 2019, 06:55 AM IST
પાટડી તાલુકાના ઘાસપુર ગામે ઝેર ઓકતી કમિકલ ફેક્ટરીના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોની મહામુલી જમીન અને પાકનો ખાત્મો બોલાઇ રહ્યો છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનો અને આજુબાજુના ગામના ખેડૂતોએ આ યુનિટ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

પાટડી તાલુકાના ઘાસપુર ગામે જી.આઇ.ડી.સી.ના કેમિકલના કોથળાઓ અંહી ઠાલવવામાં આવે છે. આ કેમિકલના કારણે યુનિટના ફરતા ગામોના ખેડૂત આગેવાન ચંદ્રેશભાઇ અને રમેશભાઇ આક્રોશ સાથે જણાવે છે કે, ખુલ્લેઆમ ઝેર ઓકતા આ યુનિટના કારણે અમારી મહામુલી ખેતીની જમીન અને ખેતીના પાકોને ભયંકર નુકશાન થઇ રહ્યું છે. આ યુનિટ અગાઉ અમદાવાદ વટવા ખાતે કાર્યરત હતુ. જે ત્યાંના લોકોએ ઉગ્ર વિરોધ કરતા બંધ કરાવ્યું હતું. ત્યારબાદ રાજકીય આગેવાનો અને તંત્રની મીઠી રહેમ નજર હેઠળ એને પાટડી તાલુકાના ઘાસપુર ગામે ઠોકી બેસાડવામાં આવ્યું હતુ. આથી કેમિકલ ફેક્ટરી લોકહિતમાં તાકીદે બંધ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલનની સાથે આમરણાંત ઉપવાસની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

આ અંગે મેં અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરને આ બાબતે લેખીત રજૂઆત કરી હતી. અને ત્યાંથી ટીમ તપાસમાં પણ આવી હતી. પરંતુ એ દિવસે હું બહારગામ હોવાથી શું કાર્યવાહી કરાઇ એની મને જાણ નથી. પરંતુ આ ઝેર ઓકતા કેમિકલ યુનિટથી અમારા ગામના તેમજ આજુબાજુના આઠથી દશ ગામના ખેડૂતોને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. નરસીભાઇ પ્રજાપતી, સરપંચ- ઘાસપુર ગ્રામ પંચાયત

ઘટના સ્થળે જઇ જાત તપાસ કરાશે

આ બાબતે તમે મને કહ્યું ત્યારે મને ખબર પડી કે, ઘાસપુરમાં ઝેર ઓકતી આવી કોઇ ફેક્ટરી કાર્યરત છે. હું લોકસભા ચુંટણીની મત ગણતરી બાદ એકાદ બે દિવસમાં જાત તપાસ કરી ખેડૂતોની જમીનને નુકશાન થતુ હશે તો એ ફેક્ટરી સામેં યોગ્ય કાર્યવાહી જરૂર કરીશ. કે.સી.વલવી, નાયબ કલેક્ટર- પાટડી

X
Patdi News - the poisoned factory in ghaspur village will call for the loss of farmer39s land farmers reddish 065512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી