ચાની હોટલના માલિકે 1.50 લાખ ભરેલો થેલો પરત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇવે પર આવેલી એક ચાની હોટલ ધરાવતા બે વેપારીઓએ દર્શન કરવા આવેલા યાત્રીકનો રૂ. 1.50 લાખની રોકડ, જરૂરી દસ્તાવેજો તેમજ કિંમતી મોબાઈલ સાથેનો થેલો પરત કરી માનવતા મહેકાવી હતી.

સુરેન્દ્રનગરમાં રહેતા રમેશભાઈ પરમાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવ્યા હતા.ત્યારે ચોટીલા હાઇવે રોડ પર રાજેન્દ્રસિંહ મનુભા પરમાર તેમજ હરેશભાઈ ચૌહાણની ચાની રાજ હોટલમાં ચાની તલપ લાગતા ચા પીવા માટે આવ્યા હતા. આ દરમિયાન રમેશભાઈ પરમારની સાથે રહેલો રૂ.1 લાખ 50 હજાર રોકડા તેમજ જરૂરી દસ્તાવેજો અને એક કિંમતી મોબાઈલ ભરેલ થેલો ભૂલી ગયા હતા. ત્યારે આ બન્ને વેપારીઓને આ થેલો ધ્યાને આવતા તરત તપાસ કરીને આ રમેશભાઈનો સંપર્ક કરીને થેલો પરત આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...