તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરડા બંધારા કોરીડોર પર વિવાદીત બાંધકામને મામલે તપાસનો આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરડા બંધારા કોરીડોર પર વિવાદીત બાંધકામ મામલે કોડીનાર મામલતદારે ક્ષારઅંકુશ વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી તપાસ કરવાનો આદેશ કર્યો છે.

કોડીનાર પંથકનાં ચાૈહાણની ખાણ ગામનાં સુરસિંહભાઇ ભીખાભાઇ ચૌહાણે કોડીનાર મામલતદારને એક વાંધા અરજી આપી તેમાં ધ્યાન દોર્યું હતું કે સિમેન્ટ કંપની દ્વારા મુળ દ્વારકાનાં પોર્ટ સુધી ખાનગી કોરીડોર રસ્તો બનાવ્યો છે જે કડવાસણ, ગોહિલની ખાણ વચ્ચેનાં ગામોથી પસાર થાય છે. જેમાં સોમત નદી પર આવેલા બરડા બંધારા ડેમ નજીક અમુક જમીન વિસ્તાર પણ આવે છે. આ રસ્તો થવાથી પાણીની અવર-જવર બંધ થઇ જતાં આ વિસ્તારનાં ખેડૂતોને મોટાપાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત કોલયાર્ડ, જીપ્સમ યાર્ડ, ફર્નેશ ઓઇલ વગેરેનાં કારણે પણ પ્રદુષણ થતું રહેશે. બરડા બંધારાનાં તળાવની વચ્ચે રસ્તો બનાવી પુર્વ સાઇડનો ભાગ માટીથી બુરી દેવાનાં કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો સમય આવ્યો છે ત્યારે યોગ્ય પગલાં લેવાઇ અેવી રજુઆત કરી હતી. આ અરજીને પગલે કોડીનાર મામલતદારે નાયબ કાર્યપાલક ઇજનેર ક્ષારઅંકુશ પેટા વિભાગ કોડીનાર અને પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જૂનાગઢને પત્ર પાઠવી આ અરજી અન્વયે જરૂરી તપાસ કરી કાર્યવાહી થવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો