મૂળીમાં સુજલામ સુફલામ જળસંચયની કામગીરી નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકામાં સરકારી કામગીરી જાણે રામ ભરોસે ચાલતી હોય તેમ તળાવ ઊંડા ઉતારવાની સુજલામ સુફલામ જળ સંચયની કામગીરી 21 ગામોમાંથી માત્ર 5 ગામોમાં જ શરૂ કરાઇ છે. આથી જાણે યોજનામાં કોઇને રસ જ ન હોય તેમ લાગતા અને દરરોજ નિયમો પણ બદલાતા હોવાથી સરપંચો કામગીરી કરવા તૈયાર નથી.

સમગ્ર ગુજરાતમાં પાણીનો સંગ્રહ થાય અને પાણીની સમસ્યામાંથી મહદઅંશે રાહત મળે તે હેતુથી તંત્ર દ્વારા ગામોગામ સુજલામ સુફલામ જળસંચય યોજના અંર્તગત તળાવો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં મૂળી તાલુકાના રાયસંગપર, દુધઇ, ગઢાદ, વિરપર, દાધોળીયા સહિત 21 ગામોમાં તળાવ ઊંડા કરવા સહિત માટી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ કામગીરીમાં દરરોજ નિયમો ફરતા હોવાથી સરપંચોને જાણે કામગીરી કરવામાં રસ જ ન હોય તેમ યોજનાં શરૂ થયાને 20 દિવસ થઇ જવા છતા માત્ર 5 ગામોમાં જ કામગીરી શરૂ કરવામાં આવી અને સમગ્ર યોજનાં જાણે નિષ્ફળ હોય તેમ કોઇ રસ નથી દાખવી રહ્યું ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય નિયમો કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી સરપંચો માંગ કરી રહ્યા છે.

આ અંગે તાલુકા પંચાયતનાં નાયબ તાલુકા વિકાસ અધિકારી ડી.એચ.મહેતાએ જણાવ્યું કે મૂળી તાલુકાનાં 21 ગામોમાં તળાવ ઊંડા ઉતારવાનુ નક્કી થયું છે. જેમાં 5 ગામનાં જ ઠરાવ આવ્યા હોવાથી તેમા કામ થયા છે. તેમજ બાકીનાં સરપંચો કામ કરવા માંગે છે પરંતુ આચાર સંહિતા લાગુ હોવાથી ઉપરથી નવા કામો મંજુર ન કરવા આદેશ કરાયો હોવાથી અન્ય ગામોમાં કામ શરૂ થયા નથી.

અન્ય સમાચારો પણ છે...