તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરનો વેરાન બનેલો એકમાત્ર બગીચો 8 વર્ષથી ખંડેર હાલતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લખતરમાં આવેલો એકમાત્ર બગીચો 8 વર્ષથી ખંડેર હાલતમાં હોવાથી ઉનાળું વેકેશન દરમિયાન બાળકોને રમવા માટે ઉપયોગી થતો નથી. ત્યારે આ વર્ષે યોગ્ય રિપેરિંગ કામ થાય તો બાળકો રમી શકે ઉપરાંત સાંજના સમયે વૃદ્ધો તથા શહેરીજનો બેસી શકે. જો કે, અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો જાણવા મળ્યું છે.

લખતરમાં ખેતીવાડી બજાર સમિતિએ બનાવેલા એકમાત્ર આવેલા બગીચામાં બાળકો માટે રમવાના સાધનો તેમજ વૃદ્ધોને બેસવા માટે બાંકડા સહિતની વ્યવસ્થા હતી. પરંતુ છેલ્લા 8 વર્ષથી યોગ્ય જાળવણી ન થતાં આ બીગીચો ખંડેર બની ગયો છે. બગીચામાં લપસિયા નથી, તો કોઈક હીંચકા પણ તૂટેલા છે. અને ઉંચક-નીચક તો સાવ ખૂણામાં ભંગાર ની જેમ ભાસે છે. અને બગીચામાં જ્યાં જોવો ત્યાં બાવળોનું સામ્રાજ્ય જ જોવા મળે છે. ત્યારે હવે ઉનાળુ વેકેશન નજીકમાં છે. ત્યારે વેકેશન કરવા આવતાં ભૂલકાઓ માટે પણ ફરવા લાયક બીજું કોઈ સ્થળ ન હોવાનું જાણવા મળે છે.

આ અંગે નિકુલભાઈ, ધવલભાઈ વિગેરેએ જણાવ્યું કે વેકેશનમાં બાળકોને હરવા-ફરવા માટે ક્યાં લઇ જવા તે મોટો પ્રશ્ન થાય છે. આ બગીચો ઠીક કરવા કોઈ તંત્ર આગળ આવીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લાગણી સાથે માંગણી છે.

રમત-ગમતના સાધનો તૂટી ગયાં, બાવળોનું સામ્રાજ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો