તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન મતદાર યાદી સુધારણા ઝુંબેશ 15મી ઓક્ટો.સુધી ચાલશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં મતદાર ચકાસણી કાર્યક્રમ ચલી રહ્યો છે. જે આગામી ૧૫મી ઓક્ટોબર સુધી ચાલશે. મતદારો પોતાના મતદાર ઓળખકાર્ડની વિગતોની એપના માધ્યમથી ચકાસી અને સુધારા કરી શકે છે. મતદાર ચૂંટણીકાર્ડમાં જરૂરી સુધારા વધારા જાતે જ ઓનલાઈન કરી લે તો આગળ જતાં તેને કોઈ અગવડતા ન પડે તે માટે આયોજન કરાયું છે.અત્યાર સુધી બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી સુઘારા કરાતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર નાની મોટી ક્ષતિ રહી જતી હતી. હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા એનવીએસપી પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતો આપવામાં આવી રહી છે. મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિઘ વિગતોની ચકાસણી કરી શકે છે. તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે. જે મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...