તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરધારની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : ભારત દેશની વૈદિક સંસ્કૃતિને વિશ્વ સમક્ષ સાચી રીતે જીવન જીવતા શીખવનાર એવા યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે સરધારની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામીજીના વિચારો, કાર્યો અને પદ્ધતિને અનુરૂપ બાળકોમાં રહેલ સુષુપ્ત શકતી તેમજ આંતરિક ગુણોની ખીલવણી થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. આ તકે ધોરણ-1થી12ના વિદ્યાર્થીઓએ વ્યક્તવ્ય દ્વારા સ્વામીજીના જીવનની ઝાંખી કરાવી હતી અને જાણે સ્વામીજી થોડી ક્ષણો માટે ઉપસ્થિત હોય એવા દ્રશ્યો વેશભૂષા દ્વારા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીજ્ઞેશભાઈ રામાણી અને સ્ટાફ દ્વારા પોતાની મહેનત અને સહભાગીદારીથી આ કાર્યક્રમ વધારે આકર્ષક બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...