તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી પાસે યુવકની હત્યાનો ભેદ બે માસમાં પણ ન ઉકેલાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના નવા ધરમપુર ગામનાં મંગાભાઈ રામભાઈ રાવાના પુત્ર ભાવેશની હત્યા થયાને બે માસ બાદ પણ હત્યારાઓના કોઈ સગડ મળ્યા નથી. પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. પોલીસ નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ સાથે સીએમને પત્ર પાઠવી રજુઆત કરી છે. મૃતકના પિતાએ રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગત તા.૧૪ નવેમ્બરના રોજ રાત્રીના સમયે તેનો પુત્ર ભાવશ પોતાની રીક્ષામાં પેટ્રોલ ભરાવવા ગયેલ ત્યારે અમરેલી ગામ પાસે રવિરાજ ચોકડી નજીક માથામાં પથ્થરોના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. તેનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હતો. જે મામલે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જોકે હત્યાના બનાવને બે માસ વીત્યા છતાં હજુ પોલીસ આરોપીઓને પકડી શકી નથી . તપાસ ધીમી ગતિએ ચાલતી હોય જેથી તપાસ ઝડપી થાય અને આરોપીઓને ઝડપી કાયદાકીય સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...