તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણ પંથકનાં માંડવા ગામે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેંસાણ પંથકનાં માંડવા ગામે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરી અા રોગચાળાને કાબુમાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભેંસાણ પંથકનાં માંડવા ગામે ડેંગ્યુએ દેખા દીધી છે અને અનેક શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.

જેથી ઘેર-ઘેર માંદગીનાં ખાટલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત શરદી, ઉધરસનાં કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ ગામમાં કેમ્પ યોજી આ રોગચાળાને લઇમાર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂરી દવાનો છંટકાવ પણ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...