વલભીપુરમાં સરદાર સરોવર નર્મદા કચેરીમાં સ્ટાફની ઘટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુરમાં હાઇવે પર આવેલ નર્મદા કેનાલ કચેરીમાં ઉચ્ચ અધિકારીથી લઇ વર્ગ-3-4 સુધીનું મહેકમ ખાલી હોય જેના કારણે ખેડુત અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

જિલ્લામાં એકમાત્ર વલભીપુર તાલુકાનાં તમામ ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોને સરદાર સરોવર નર્મદા કેનાલનો લાભ પિયત કરવા માટે મળવાનો છે. અને કુલ-55 ગામડાઓ પૈકી 22 થી 25 ગામડાઓમાં તો ખેડુતોને કેનાલ મારફત પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. વલભીપુર શહેરી વિસ્તારોનાં ખેડુતોને કેનાલમાં પાણી આવેલ નથી કારણ કે, ઘણીખરા સ્થળોએ કેનાલનું કામ અધુરૂ હોવાથી કેનાલમાં પાણી આજસુધી શહેરનાં ખેડુતોને મળ્યું નથી.

હાલમાં નર્મદા કેનાલ પેટા વિભાગ 4/1ની કચેરીમાં માત્ર એક મદદનીશ ઇજનેર છે. અને નાયબ કાર્યપાલક ઈજનેર ચાર્જમાં છે. સમગ્ર કચેરીનો ભાર માત્ર એક કર્મચારી પર છે આ કર્મચારીને નાયબ ઇજનેર ગણો કે, મદદનીશ ઇજનેર ગણો કે પછી કર્લાર્ક ગણો હાલમાં ઓલ ઇન વન છે. મહેકમ મુજબ કર્લાક, પટ્ટાવાળા તેમજ અન્ય સર્પોટીંગ સ્ટાફ પણ નથી. ખરી હક્કિતે આ કચેરીમાં હાલમાં એક નાયબ કાર્યપાલક ઈજનેર, બે મદદનીશ અને અધિક મદદનીશ ઈજનેરો તેમજ એક કર્લાક અને એક પટ્ટાવાળાની જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...