તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીના લીમલીમાં પાનના ગલ્લે વેચાતો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળી તાલુકામાં બુટલેગરો જાણે બેફામ થયા હોય તેમ પાનના ગલ્લે વેચાતો દારૂ અંગે બાતમીના આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 19 દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી રૂ.4300નો મુદામાલ ઝડપી કાર્યવાહી કરાયો હતો.

મૂળી તાલુકામાં દેશીતેમજ વિદેશીદારૂનું વેચાણ મોટાપાયે થઇ રહ્યુ છે. ત્યારે બુટલેગરોને જાણે કાયદાની કાંઇ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પાનના ગલ્લે ખુલ્લેઆમ દારૂનાં હાટડા ચાલી રહ્યા છે. અને એક અઠવાડીયામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાવાની શાહી સુકાઇ નથી. ત્યાં શુક્રવારે મોડી સાંજે લીમલી ગામે પાનનાં ગલ્લે વિદેશીદારૂ વેચાતો હોવાની બાતમી મૂળી પીએસઆઇ ડી.જે.ઝાલાને થતા સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, એમ.વી.માવી, જયેન્દ્રસિંહ સહિતનાં સ્ટાફે દરોડો કર્યો હતો.જેમાં બસસ્ટેશન પાસે આવેલ વનરાજસિંહ ઉર્ફે બાબભા હરૂભા પરમારની પાનમાવાની દુકાનમાં તપાસ કરતા 19 બોટલ વિદેશીદારૂ મોબાઇલ સહિત આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો