તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં કાર લૂંટનાર 3 આરોપીનું ફુલેકું ફેરવી કાયદાનું ભાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
50 કરોડની જુની નોટો 25 ટકા ભાવે આપવાની અને આટલી મોટી સંખ્યામાં રદ્દ થયેલી નોટો જોવાની લાલચે આવેલા બે શખ્સોને માર મારી કાર લૂંટી લેવાનાં બનાવમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓનું લીંબડી શહેરની મુખ્ય જગ્યાઓ પર પોલીસ દ્વારા ફુલેકું ફેરવી સરઘસ કાઢી સારી એવી ખાતીરદારી કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સુરતના ભરતભાઈ દેસાઈ અને તેમના મિત્ર ઐયાઝભાઈને 50 કરોડની જુની નોટો 25 ટકા ભાવે દેવાની લાલચ આપી રદ્દ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટ જોવાના ચક્કરમાં ફસાઈને આવેલાં બન્ને શખ્સોને છ આરોપીઓએ માર મારી પાંચ લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી કાર લૂંટી લેવામાં આવી હતી.

આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને એલસીબીની ટીમે ઝડપી પાડી લીંબડી પોલીસને હવાલે કર્યા હતા લીંબડી કોર્ટ ત્રણેય ગુનેગારો શિવુભા ઝાલા, જયંતિ પટેલ અને ઉર્વેશ પઠાણના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન કાર લૂંટમાં સામેલ અન્ય શખ્સો રવીરાજસિંહ ઝાલા, હારીતસિંહ રાણા, તનવિરસિંહ ઝાલા અને ધર્મદિપસિંહ જાડેજાના નામો ખુલ્યા હતા. ત્યારે તા.10 એપ્રિલે લીંબડી પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને સમાજમાં દાખલો બેસાડવા માટે પકડાયેલા ત્રણેય શખ્સોનું સરઘસ કાઢ્યું હતું અને બસ સ્ટેન્ડ, સર. જે. હાઈસ્કૂલ ચાર રસ્તે, ઉટડીના પુલ સહિતની જગ્યાએ ફેરવી મેથીપાક આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...